કહેવાય છે કે ઈશ્વર એક હાથે મનુષ્ય પાસેથી કંઈક છીનવે, તો બીજા હાથે એના જ કરતા અનેકગણું વધુ આપી દેતો હોય છે. આ વાતની પ્રતીતિ અંજારમાં ત્યજી દેવાયેલી એક કમનસીબ ધૂલ કા ફૂલના અચાનક ચમકેલા કિસ્મત પરથી થઈ રહી છે. અંજારમાં જનનીએ જન્મતાની સાથે જ જે બાળકીને ઉકરડામાં મરવા માટે ત્યજી દીધી હતી અને જીવજંતુઓએ તેના નાકને કરડી ખાતાં ચહેરો બેડોળ બની ગયો હતો. પરંતુ કુદરતના ઘરમાં દેર છે પણ અંધેર નથી તે વાત દુર્ગા પર સાચી ઠરતી હોય તેમ દુર્ગાને બે વર્ષ પૂર્વે અમેરિકાની પોપ સિંગર અને વ્યવસાયી શિક્ષિકા એવી ક્રિષ્ટન વિલિયમ્સે દત્તક લઈને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ હતી. ક્રિસ્ટીને દુર્ગા અને ભારતમાંથી અન્ય એક મુન્ની નામની યુવતીને પણ દત્તક લઈને અમેરિકામાં બન્ને દીકરીઓને સુંદર બનાવવા નિષ્ણાત તબીબો પાસે સારવાર શરૃ કરાવી હતી. પ્લાસ્ટિક સર્જરીનાં નિષ્ણાતોની સારવારના પરિણામ સ્વરૃપ હાલ દુર્ગા અને મુન્નીના ચહેરાની સુંદરતા ફરીથી ખીલી ઉઠી છે. આજે તેનો ચહેરો માત્ર સુંદર જ નથી, પરંતુ અમેરિકન મીડિયામાં છેલ્લા થોડા દિવસોથી છવાયેલો જોવા મળી રહ્યો છે.