Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાએ ચીનની વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપથી પોતાની સેના હટાવીને એશિયામાં તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા જર્મનીમાં તહેનાત 52 હજાર સૈનિકોમાંથી 9,500 સૈનિકોને એશિયામાં તહેનાત કરશે. 

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ચીનને ભારત અને દક્ષિણપૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલીપાઈન્સ જેવા એશિયાઈ દેશોને ચીનથી વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા દુનિયાભરમાં પોતાના સૈનિકો તહેનાત કરવાની સમીક્ષા કરી રહ્યું છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેઓ પીપલ્સ લિબરેન પાર્ટીનો સામનો કરી શકે. 

પોમ્પિઓએ જણાવ્યું છે કે, સૈનિકોની તહેનાત જમીની સ્થિતિની વાસ્તવિકતાના આધારે કરાશે. કેટલીક જગ્યા પર અમેરિકાના સંસાધન ઓછા હશે. મેં હાલ કોમ્યુનિસ્ટ પાર્ટીના જોખમની વાત કરી છે તેથી હવે ભારત, વિયેતનામ, મલેશિયા અને ઈન્ડોનેશિયાને જોખમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા હિંદ મહાસાગર સ્થિત સૈન્ય ઠેકાણા ડિયોગાર્શિયા પર 9,500 સૈનિક તહેનાત કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ