વિશ્વની 150 પ્રખ્યાત રેસ્ટોરાંની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા ભારતના રેસ્ટોરાં પણ સામેલ કરવામાં આવ્યા છે. ટ્રાવેલ ઓનલાઈન ગાઈડ ટેસ્ટ એટલાસે દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવે છે.
વિશ્વના ટોચના રેસ્ટોરાંમાં અમરીક સુખદેવ ધાબાનો પણ સમાવેશ
આ યાદીમાં સ્થાન મળેલા રેસ્ટોરાં માત્ર જમવા માટે યોગ્ય સ્થાનો નથી, પરંતુ તેની તુલના વિશ્વના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ, ગેલેરી અને સ્મારકો સાથે પણ કરી શકાય છે. વિયેના, ફિગલમ્યુલર (ઓસ્ટ્રિયા) આ લિસ્ટમાં ટોપ પર છે. આ પછી અમેરિકાના ન્યૂયોર્કના કેટ્ઝ ડેલીકેટ્સનનું નામ આવે છે. તે જ સમયે, ઇન્ડોનેશિયાના સનુરનું વરુંગ માક ત્રીજા સ્થાને આવે છે. જો યાદીમાં ભારતની વાત કરવામાં આવે તો અમરીક સુખદેવ ધાબાને પણ સામેલ કરવામાં આવે છે. અમરીક સુખદેવ સિવાય ટુડે કબાબી, પીટર કેટ ઓફ ઈન્ડિયાને પણ સ્થાન મળ્યું છે.