અમેરિકાના વર્જીનિયાના ચેસાપીકમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ચેસાપીક પોલીસે બેટલફીલ્ડ બ્લાવ્ડની સામે આવેલા વોલમાર્ટમાં કથિત રીતે એક્ટિવ શૂટરને પકડવાનો પ્રયાસ કર્યો અને તેના પર ફાયરિંગ પણ કર્યું હતું.