સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા જતા દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે અમેરિકાએ પણ ભારત પાસેથી ટેક્નોલોજી શેર કરવાની માગ શરૂ કરી છે. આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચીફ એસ. સોમનાથ (ISRO Chief) પોતે આપી છે. ઈસરોના ચીફે કહ્યું છે કે જ્યારે ચંદ્રયાન-3 મિશન માટે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અમેરિકન નિષ્ણાતોએ સલાહ આપી હતી કે ભારતે આ ટેક્નોલોજી વિશે અમેરિકા સાથે માહિતી શેર કરવી જોઈએ.