આતંકવાદ મુદ્દે અમેરીકાએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભારત પર હવે કોઇ આતંકી હુમલો થશે તો તે તેના માટે મોટી મુસીબત બની શકે છે. વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા વિરુદ્ધ સખ્ત પગલાં ભરવા જોઈએ.
વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે, અમેરીકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય જોવા માંગે છે કે આતંકી સંગઠન વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા ઠોસ અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે.