અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી ના પરિણામોને લઈ રાજકીય ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે અને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ સમર્થકોની ભીડે યૂએસ કેપિટલ હિલ બિલ્ડિંગ ની બહાર હોબાળો કર્યો. અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડને યૂએસ કેપિટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોના તોફાનોને રાજદ્રોહ કરાર કર્યો છે.પ્રેસિડન્ડ ઇલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કાંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્રપ્રમુખ કરે છે અને ખુરશી પર માઇક પેન્સ હતા. ટ્રમ્પ સમર્થકોની હરકતથી તેઓ ખૂબ જ નારાજ જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના ભરોસાનું કેન્દ્ર હતું, છે અને રહેશે.