અમરેલી જિલ્લાના 11 ડેમમાંથી 4 ડેમ ખાલી થયા. જિલ્લાના કરિયાણા, વડી, વડીયા અને સુરજવડી ડેમ ખાલી થઈ જતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને સિંચાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે. ગયા ચોમાસામાં બાબરા પંથકને બાદ કરતાં સારો વરસાદ થયેલો, પરંતુ ડેમમાં પુરતુ પાણી ન ભરતાં સ્થિતિ વિકટ બની. જિલ્લાના ખોડીયાર, ધાતરવડી-1, ધાતરવડી-2,રાયડી,મુંજીયાસર, ચેલદેકમલ અને ઠેબી ડેમમાં પણ જળરાશી ઓછી છે.