કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કમિશ્નર વિજય નહેરાએ મહત્વનો નિર્ણય કર્યો છે. કમિશ્નર નહેરાએ નિયમિતપણે યોજાતી તેમની પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી દીધી છે. કમિશનર નહેરા હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્રિફિંગ કરશે. કમિશનર નહેરાની પત્રકાર પરિષદમાં અનેક પત્રકારો ઉપસ્થિત રહેતા હોવાથી અગમચેતીના ભાગરૂપે તેમની હવે પછીની પત્રકાર પરિષદો રદ્દ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, કોરોના પોઝીટીવ ગ્રસ્ત એવા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મંગળવારે સંકુલના નર્મદા હોલમાં પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના 40થી વધુ પત્રકાર,કેમેરામેન હાજર હતા.