ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘનકચરાના નિકાલ મુદ્દે નોટિસ પાઠવી છે. ગુજરાત સરકારના નિર્દેશથી જીપીસીબીએ રાજ્યની 158 નગરપાલિકાને પણ ઘનકચરાના નિકાલ મામલે નોટિસ પાઠવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાઠવેલી નોટીસમાં પીરાણા ડમ્પસાઈટના પગલે ઉભા થયેલા પ્રદૂષણનો ઉલ્લેખ કરાયો છે. આ ડમ્પસાઈટમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ વ્યાપક છે.