અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તાઓ તથા ઉભરાતી ગટરોથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર છે, ખાડા પડ્યાં છે. વરસાદમાં રસ્તાઓની હાલત વધારે બિસ્માર બને છે. અનેક વિસ્તારોમાં ગટર લાઈનો ચોકઅપ થઈ છે અને ગંદુ પાણી ખુલ્લામાં ઉભરાઈ રહ્યું છે. વરસાદમાં શહેર જળબંબાકાર બને તેવી ભીતિ વચ્ચે હાલાકી ના સર્જાય તેવા પગલાં લેવાં માંગણી થઈ રહી છે.