અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકો દરેક બાળક શિક્ષણ મેળવી શકે તે માટે બાળકોના સર્વે અને નામાંકનની કામગીરી હાથ ધરશે. 31 માર્ચ સુધીમાં તમામ મ્યુનિસિપલ સ્કૂલની આસપાસમાં આવેલા સ્લમ એરિયા સહિતના વિસ્તારોમાં શિક્ષકો ફરીને સર્વે કરશે અને સ્કૂલમાં બાળકોના એડમિશન માટેની કામગીરી કરશે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે દરેક બાળક શિક્ષણ મેળવી શકે તે હેતુથી સ્કૂલ બોર્ડ દ્વારા જે બાળકો અભ્યાસ નથી કરતા તેમજ હવે અભ્યાસને યોગ્ય છે તેવા બાળકોનો સર્વે કરવામાં આવશે.