Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાઈકોર્ટની ટકોર બાદ સરકારી તંત્ર જાગ્યું, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા 108 ની જરૂર નહિ પડે
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી ગઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 108માં આવતા દર્દીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદનું આધાર કાર્ડ હોય તેમને જ દાખલ કરવામાં આવતા હતા તે નિયમ પણ હટાવી દેવાયો છે. જે બાદમાં હવે વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં કે ચાલતા જશે તો પણ દાખલ કરવા પડશે. આ ઉપરાંત AMCની હદમાં આવતી તમામ હૉસ્પિટલોએ કુલ ક્ષમતાની 75% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવી પડશે. આ નિયમ આવતી કાલ એટલે કે ગુરુવારે સવારે આઠ વાગ્યાથી લાગૂ પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે કોરોના અંગે પીઆઈએલની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ કોર્ટે એવો સવાલ પણ પૂછ્યો હતો કે દર્દીઓને હૉસ્પિટલના ગેટ બહાર મરવા માટે કેમ છોડી દેવામાં આવે છે? 108માં આવતા દર્દીઓને જ કેમ દાખલ કરવામાં આવે છે?
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ