ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. જેના કારણે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સોસાયટી દ્વારા 354 મેડિકલ અને 354 પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે આજે વહેલી સવારમાં વોક ઈન ઈન્ટરવ્યુ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોએ ઝેરોક્ષની દુકાન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી ભીડ જામી હતી.