રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે. AMC દ્રારા શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કેસ ખૂબ જ વધતા આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. જો કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે 200 ટીમો શહેરમાં કામ કરીર અહી છે.