અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ આખરે રાજીનામું ધરી દીધું છે. કોર્પોરેશનની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે દિનેશ શર્માના રાજીનામાથી ચૂંટણી પર તેની ચોક્કસ અસર જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિનેશ શર્માએ આંતરિક કલહને કારણે રાજીનામું ધરી દીધું છે. જોકે, તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું છે કે, તેઓ કૉંગ્રેસના સૈનિક હતા અને સૈનિક તરીકે કાર્ય કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કૉંગ્રેસના જ અમુક નેતાઓએ મોવડી મંડળ સમક્ષ એવી રજુઆત કરી હતી કે ચૂંટણી પહેલા દિનેશ શર્માને હટાવી દેવામાં આવે.