શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. AMCએ કોરોના પોઝિટિવ 73 વર્ષીય દર્દીને ઇમરજન્સીમાં વેન્ટિલેટરની જરૂર હોવાથી રાજસ્થાન હોસ્પિટલમાં રિફર કર્યા હતા પણ હોસ્પિટલે પહેલાં તો 20 મિનિટ સુધી ગેટ જ ખોલ્યો ન હતો પછી મ્યુનિ.ના અધિકારીઓએ સખ્તાઇ કરતાં ગેટ ખોલ્યો હતો પણ બેડ ફાળવણી કરવામાં વધુ 15થી 20 મિનિટનો વિલંબ કર્યો હતો જેથી વૃદ્ધને સારવાર મળવામાં 30થી 40 મિનિટનો વિલંબ થયો હતો અને તેમનું અવસાન થયું હતુ.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હઇ છે જેથી મ્યુનિ.એ ફરજમાં બેદરકારી બદલ હોસ્પિટલના ચેરમેન સહિત બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્યો અને 24 ટ્રસ્ટીઓ મળી કુલ 32ને નોટિસ ફટકારી છે. 1. પોલીસ ફરિયાદ કેમ ન કરવી ? 2. હેવી પેનલ્ટી કેમ ન કરવી અને 3. તમારી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કેમ રદ ન કરવું તે અંગે ખુલાસો પૂછયો છે.