અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ભ્રૂણ પરીક્ષણ કરનાર પૂર્વ વિસ્તારના સૈજપુર ખાતે આવેલા હર્ષ ડિજિટલ એકસ-રે કલિનિકમાં દરોડા પાડી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા. હેલ્થ વિભાગની મહિલા કર્મચારી સાથે ડમી ગર્ભવતી મહિલાને જોડે રાખી 12 કલાકનું છટકું ગોઠવી ઓપરેશન પાર પાડયું હતું અને આ બાબતે નિકોલમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. હેલ્થ ઓફિસર ડૉ.ભાવિન સોલંકીને ભ્રૂણ પરીક્ષણની બાતમી મળી હતી.