AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈવે આસપાસની ઝુંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટ માટે તેમને જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. તેઓ લગભગ 20 વર્ષથી અહીં રહે છે. જોકે AMCના અધિકારીઓનું કહેવું છે કે આ નોટિસને ટ્રમ્પના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી.