અમદાવાદ કોર્પોરેશને સુભાષબ્રિજ પાસે આવેલું 100 વર્ષ જૂનું મંદિર તોડી પાડતાં વિવાદ સર્જાયો છે. કોર્પોરેશન દ્રારા કોઈપણ પ્રકારની નોટિસ (Notice) પાઠવ્યા વગર મંદિરને તોડી પડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પાવર હાઉસથી રિવરફ્રન્ટ થઈને સીધું જ સુભાષબ્રિજ નીકળી શકાય તે માટે અમદાવાદના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા કામ ચાલી રહ્યું છે પરંતુ આ પ્રોજેકટ પ્લાનમાં મંદિર વચ્ચે આવતાં રાતોરાત સુભાષબ્રિજની બરોબર નીચે આવેલાં રામેશ્વર મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. કોઈપણ જાણ કર્યા વગર લોકો જ્યારે ભરઉંઘમાં હતા ત્યારે સુભાષબ્રિજના મહેશ્વરી એપાર્ટમેન્ટમાં આવેલાં મહાદેવના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જેને કારણે લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે.