કોરોના વાયરસના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. અમદાવાદ મ્યુન્સિપલ કમિશનર વિજય નહેરાએ શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની માહિતી આપતાં જણાવ્યું કે, અમદાવાદમાં છેલ્લાં 15 કલાકમાં 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 3 ઝોનમાં આ 31 કેસ નોંધાયા છે, જેમાં પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં આ તમામ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિજય નહેરાએ કહ્યું કે માણેક ચોકમાં 5 કેસ જ્યારે દરિયાપુરમાં 11 નવા કેસ સામે આવ્યાં છે. સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આગામી દિવસોમાં પણ કેસ વધશે એવી મજબૂત સંભાવનાઓ છે તેથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 351 કેસ નોંધાઇ ચુક્યા છે.