ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 25 કેસ આવતા કુલ આંકડો 493એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં આજે નોંધાયેલા 23 કેસ સાથે કુલ 266 કેસ થયા છે. આ અંગે માહિતી આપતા AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ પ્રથમ વખત 1,000 રૂપિયાનો દંડ ફટકારાશે જ્યારે ત્યારબાદ રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે માસ્કની જગ્યાએ રૂમાલ કે દુપટ્ટો બાંધેલો હશે તો પણ ચાલશે પણ બાંધવું ફરજિયાત છે.