રાજ્યમાં કોરોનાના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ વેપારી એસોસિએશન દ્વારા 3 મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ન ખોલવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલહું તેમને બિરદાવવા માગું છું. વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.
જણાવી દઈએ કે, શનિવારે કોરોનાના વધુ 182 પોઝિટિવ કેસ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2003 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 86 થયો છે.