અમદાવાદની એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર. સી. શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે તેમને સસ્પેન્ડ કર્યા છે. એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર. સી. શાહ લાંચ માંગતા ઝડપાયા હતા. લાંચ બનાવની વીડિયો રેકોર્ડિંગના આધારે વિજિલન્સ તપાસ અને એફએસએલ રીપોર્ટના આધારે તેમને સસ્પેન્ડ કરાયા છે.