અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં કોરોનાના હજારો લાખો કેસો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખી, અમદાવાદની હોસ્પિટલોમાં અમેરિકા અને ઇટાલી જેવી અરાજકતા ના ફેલાય તેની અગમચેતી રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે થ્રી ટાયર વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં દર્દીની બીમારી અને કોરોનાની અસરને ધ્યાનમાં રાખી તે મુજબ સારવાર આપવામાં આવશે.
આવનાર દિવસોમાં અમદાવાદમાં હજારો લાખોની સંખ્યામાં કોરોનાના કેસો નોંધાઇ શકે છે તેવો ભય વ્યક્ત કરતાં AMC કમિશનર વિજય નહેરાએ
સારવાર માટેની વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આઇસોલેસન માટે અલગ, સામાન્ય દર્દી માટે અલગ અને ઓક્સિજનવાળા દર્દીને અલગ અલગ સારવાર આપવામાં આવશે.
થ્રી લેયરમાં દર્દીઓને સારવાર
1.કોવિડ કેર સેન્ટર: જેમાં સામાન્ય દર્દી હોય કે જેને અન્ય બીમારીના હોય એવા દર્દીઓને રાખશે, આ ઉપરાંત 18થી 60 વર્ષના દર્દીઓને રખાશે, સાજા થયેલાં લોકો કોવિડ કેર સેન્ટરમાં કોવિડ વોલયનટીયર તરીકે સેવા કરી શકશે, આ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં શરૂ કરવામાં આવ્યું છે,
2.કોવિડ મેડિકલ સેન્ટર: જેમાં કોરોના પોઝિટિવના દર્દીને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને રાખવામાં આવશે
3.સિવિલ/svp હોસ્પિટલ: કોવિડ કેર અને કોવિડ મેડિકલ સેન્ટરના દર્દી કરતા પણ વધુ તકલીફ હોય અને કોરોના પોઝિટિવના સિવિયર હોય તેને જ આઈસોલેસનમાં રાખવામાં આવશે.