દેશમાં દબદબાના પ્રતિક સમાન ગાડી‘’એમ્બેસેડર”ની બ્રાન્ડ’ માત્ર 80 કરોડ રુપિયામાં વેચાઈ. રાજનેતાઓ અને મશહુર હસ્તીઓની સવારીમાં વપરાતી આ બ્રાન્ડને પ્યૂજો કંપનીએ હિંદુસ્તાન મોટર્સ પાસેથી ખરીદી. હાલમાં એમ્બેસડર કારનું વેચાણ બંધ છે. જો કે, એમ્બેસેડર પહેલી એવી કાર હતી, જે ભારતમાં બની હતી.