સામાન્ય રીતે અંબાણી વિ. અદાણી જેવું ચિત્ર રજૂ કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા જુદી જ છે. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીની મધ્યપ્રદેશની વીજ યોજનામાં ૨૬ ટકા હિસ્સો ખરીદ્યો છે અને કેપ્ટિવ યુઝ માટે ૫૦૦ મેગાવોટ વીજળી મેળવવાના કરાર કર્યા છે. રિલાયન્સે અદાણી પાવરની પેટા કંપની મહાન એનર્જેન લિ.માં પાંચ કરોડ ઇક્વિટી શેર ખરીદશે.