ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે એન્ટિલિયાના રાજાનું સ્વાગત કર્યું છે. અનંત અને રાધિકા પણ તેમના પ્રથમ ગણેશોત્સવ પર બાપ્પાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે શુક્રવારે સાંજે ગણેશ ચતુર્થીની ઉજવણી પહેલા તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી તેમના ઘર એન્ટિલિયામાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશોત્સવ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો.