રાજ્યમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 જુલાઈથી સતત 7 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જો કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.