અંબાજી: ચીખલામાં જનસભાને સંબોધ્યા બાદ પીએમ મોદી અંબાજી મંદિરે પહોંચ્યા છે. પાચમા નોરતે પીએમ મોદી મા અંબાના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે મા અંબાની પૂજા કરી છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત છે. જ્યારે મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અંબાજી મંદિરમાં આરતી કર્યા બાદ મોદી ગબ્બર તરફ આવશે. ગબ્બરમાં લેસર શોનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. પીએમ મોદીની ઝલક જોવા માટે અંબાજી ગામમાં અનેક લોકો ગબ્બર પર પહોંચ્યા છે.