દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન અને વન વેબ સહિત ૨૬ જેટલી દેશી અને વિદેશી કંપનીએ ભારતના સ્પેસ સેક્ટરમાં રુચિ દાખવી છે. સરકારે કેટલાક મહિના પહેલાં દેશના સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખોલવા નિર્ણય લીધો હતો. હવે સરકારને ૨૨ સ્થાનિક અને ૪ વિદેશી કંપનીઓ તરફથી દરખાસ્ત મળી ચૂકી છે. નવી જ રચાયેલી નિયામક સંસ્થા આઇએન-સ્પેસ આ દરખાસ્તોની સમીક્ષા કરી રહી છે. દરખાસ્ત કરનારી કંપનીઓમાં જેફ બેજોસની કંપની એમેઝોન વેબ સિરીઝ, ભારતી ગ્રૂપનું રોકાણ ધરાવતી બ્રિટનની કંપની વન વેબનો પણ આ કંપનીઓમાં સમાવેશ થાય છે.