ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ જેવા ક્ષેત્રોની અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે દાન કરવું એક કઠિન કાર્ય છે અને પોતે ક્લાઈમેટ ચેન્જ સમસ્યા સામે જંગ ખેલતી ચેરિટી સંસ્થાઓને પોતાની 124 અબજ ડોલરમાંની મોટા ભાગની સંપત્તિ દાનમાં આપશે.