અમેઝોનના શેર મંગળવારે 2.7 ટકા વધવાની સાથે તેના માર્કેટકેપમાં પણ વધારો થયો હતો અને તે 768 અરબ ડોલરને પાર કર્યું હતું. અમેઝોન ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટને પછાડીને વિશ્વની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. પાછલા એક વર્ષમાં અમેઝોનના શેર્સમાં 81 ટકા વૃદ્ધિ થઈ છે. 889 અરબ ડોલરના માર્કેટકેપ સાથે એપ્પલ પ્રથમ સ્થાને છે.