-
લાયન એરલાઇન્સ અને ઇથોપિયા એરલાઇન્સના જે બે વિમાનો તાજેતરમાં એરપોર્ટથી ઉડતા જ તૂટી પડ્યા તે વિમાનો એક જ કંપનીના અને એક જ બનાવટ બોઇંગ 737 મેક્સ 8 પ્રકારના હતા. બન્નેના બ્લેક બોક્સની તપાસમાં એવું ચોંકાવનારુ બહાર આવ્યું કે બન્ને અકસ્માતો એક સરખી રીતે થયા છે. બન્નેના પાયલટ દ્વારા વિમાન ઉડ્યા બાદ એરપોર્ટને જાણ કરવામાં આવી કે તેમને વિમાનને કન્ટ્રોલમાં રાખવામાં મુશ્કેલી આવી રહી છે અને પરત ફરવાની મંજૂરી આપવામાં આવે. જો કે આ બન્ને વિમાનોના પાયલટ વિમાનને પરત ઉતારે તે પહેલાં તો તેઓ તૂટી પડ્યા હતા. લાયન એરલાઇન્સમાં તમામ 189 લોકો અને ઇથોપિયા એરલાઇન્સમાં પણ તમામ 157 લોકો માર્યા ગયા હતા.આ બન્ને અકસ્માત બાદ આ પ્રકાની વિમાનેને ઉડાડવા પર પ્રતિબંધ મૂકીને આવા તમામ વિમાનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (બ્લેક બોક્સની તસ્વીર કે જેમાં પાયલટ અને એર કન્ટ્રોલ વચ્ચે છયેલી વાતચીત નોંધાયેલી હોય છે)