પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં આવતીકાલે શનિવારે અને 26મી જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શૉ યોજવામાં આવશે. જેને લઈને 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કોમેન્ટેટર દ્વારા આજે શુક્રવારે જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સહિત મીડિયાને સૂર્યકિરણની ટીમની કામગીરી, એર શૉ સહિતની જાણકારી આપી હતી.