જમ્મુ-કાશ્મીર સરકારે અમરનાથ યાત્રીઓને કાશ્મીર ખીણમાંનું રોકાણ ટૂંકાવીને ઝડપથી પાછા ફરવાનો આદેશ જારી કર્યાના એક દિવસ બાદ સરકારે રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આયોજિત થતી ૪૩ દિવસ લાંબી માછિલ માતા યાત્રા રદ કરવાનો આદેશ શનિવારે જારી કર્યો હતો. સત્તાવાળાઓએ શ્રદ્ધાળુઓને માછિલ માતાની યાત્રા શરૂ નહીં કરવા અને જેઓ યાત્રા પર નીકળી ચૂક્યા છે તેમને પરત ફરવાના આદેશ જારી કર્યાં છે. કિશ્તવારના ડેપ્યુટી કમિશનર અંગ્રેજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી માછિલ માતાની યાત્રા રદ કરી દેવામાં આવે છે. માછિલ માતાની યાત્રાનો પ્રારંભ ૨૫મી જુલાઈથી થયો હતો. આ યાત્રા પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી.