Amarnath Yatra: અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેનાથના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સમૂહ પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો છે.