Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું  64 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.  છેલ્લા દોઢ મહિનાથી ICUમાં હતા. કેટલાક દિવસ પહેલા જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શનિવારે બોપરે તેમનું નિધન થઈ ગયું છે.

અમરસિંહ 64 વર્ષના હતા. 6 જાન્યુઆરી 2010ના રોજ તેઓએ સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપનું સમર્થન કરવા લાગ્યા હતા.

અમરસિંહે 5 જુલાઈ 2016ના રોજ રાજ્યસભાનું સભ્યપદ લીધું હતું. તેઓ લાંબા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં અને પાર્ટીના મહાસચિવ પણ બન્યા હતા. તેમને મુલાયમસિંહ યાદવના ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. જો કે, 2010માં સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો જન્મ આજમગઢના રાજપૂત પરિવારમાં થયો હતો.

આજે તેમણે બકરી ઈદની શુભેચ્છા આપતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા. આવો આ દિવસને પ્રેમ અને ખુશી ફેલાવીને ઉજવીએ.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ