Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટ હાથ ધરેલા સુઓમોટોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશને પિટિશન કરી રજૂઆત કરી છે કે રાજ્યના  19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. જેથી આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા અંગે કોર્ટે સરકારને યોગ્ય નિર્દેશો આપવા જોઇએ.

આ ઉપરાંત કોરોનાના વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખૂબ ઓછા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. આ મહામારીમાંથી ઉગરવા ટેસ્ટિંગમાં આક્રમક વધારો કરવામાં આવે તે જરૂરી છે. પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શક્યતા છે.

અરજદાર એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ટેસ્ટિંગની બાબતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશથી ગુજરાત ઘણું પાછળ છે.

દિલ્હીમાં આશરે 1.9 કરોડની વસતિ છે અને ત્યાં દરરોજ 23 હજાર ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દરરોજ 30 હજાર ટેસ્ટ,  ઉત્તર પ્રદેશમાં 29 હજાર અને તમિલનાડુમાં  35 હજાર ટેસ્ટ હાથ ધરવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દરરોજ આશરે માત્ર 6000 ટેસ્ટ જ હાથ ધરવામાં આવે છે.

રાજ્યની વસતિને ધ્યાને લેતા રોજના ટેસ્ટિંગના આંકડામાં પાંચ ગણો વધારો કરવો જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતના 19 જિલ્લાઓમાં એકપણ કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી નથી. રાજ્ય સરકાર આક્રમક ટેસ્ટિંગ હાથ ધરી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્વોરન્ટાઇનની રણનીતિ અપનાવશે તો જ આ વાયરનો ચેપ રોકી શકાય તેમ છે.

રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ એવું સ્વીકારી રહી છે કે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માચે 19 ખાનગી લેબોરેટીરઓને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ 19 પૈકી બે લબોરેટરી હજુ સુધી કાર્યરત નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ