Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ટ્રાફિક ચલણની માત્રામાં વધારો કર્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં થયેલા નવા સંશોધન બાદ હવે ટ્રાફિકના નિયમો તોડવા પર 10 ગણો વધારે દંડ ભરવો પડશે. નવા નિયમો લાગુ થયા પછી અનેક નવા મોટા ચલણો કાપવામાં આવ્યા છે, પરંતુ જો તમારી પાસે ફક્ત આ એક મોબાઇલ એપ્લિકેશન છે, તો તમે ચલણને ટાળી શકો છો. ચાલો તેના વિશે જાણીએ …

સરકારે ડિજિટલ લોકર યોજના લોન્ચ કરી છે. જેમાં તમે પોતાના ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપીને ડિજિલોકરમાં સેફ રાખી શકો છો. તેની મદદથી જરૂરી કાગળની ડિજિટલકોપી પોતાની પાસે સંભાળીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસ જ્યારે માંગે ત્યારે આ ડિજિટલ કોપી માન્ય રહેશે. સરકારે આ માટે digilocker.gov.in વેબસાઈટ બનાવી છે. અહીંથી તમે ડિજિલોકર એપ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ પોતાનું એકાઉન્ટ ખોલો.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પહેલા તમારા સ્માર્ટફોન પર ડિજિલોકર ડાઉનલોડ કરવી પડશે. પછી તમારે સાઇનઅપ કરવા માટે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ત્યાર બાદ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે. તે ઓટીપી દાખલ કરીને ચકાસો. ત્યારબાદ તમારું યૂઝર નામ અને પાસવર્ડને સેટ કરવો પડશે.

હવે તમે ડિજિલોકરની મદદથી RC Book, લાઇસન્સ અને વીમાની નકલ ડાઉનલોડ કરી શકો છો અને પોલીસને બતાવી શકો છો. એમપરીવહન એપમાં વાહનના માલિકનું નામ, નોંધણીની તારીખ, મોડેલ નંબર, વીમાની માહિતી વગેરે વિશેની જાણકારી હોય છે. આવી સ્થિતિ માં તમારે કોઈ પણ પ્રકારનાં કાગળો સાથે રાખવાની જરૂર રહેશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ