અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેર પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને ટ્રાફિક ડ્રાઈવ ચલાવાઈ રહી છે. આડેધડ પાર્ક થયેલા વાહનો ડિટેઈન થઈ રહ્યાં છે પરંતુ સામા પક્ષે નાગરિકોને પ્રશ્ન પણ સતાવી રહ્યો છે કે જગ્યા જ નથી તો વાહનો પાર્ક કરવા ક્યાં. મોલ અને જાહેર સ્થળોએ પે એન્ડ પાર્કને કારણે ઘણી વખત તકરાર થતી હોય છે.