Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સામાજિક આંદોલન કરીને નેતા બનેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો પહેર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓએ રાધનપુર વિધાનસભાની પેટા ચુંટણીમાં ૩૦૦૦ કરતા વધુ મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ગુજરાતની જનતાએ પક્ષપલટુને હારનો સ્વાદ ચખાડ્યો છે. સાથે તેઓના સાથી મિત્ર બાયડ બેઠકથી ધવલસિંહ ઝાલાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

અલ્પેશ ઠાકોરના હારવાના કારણો:

  • અલ્પેશ ઠાકોરની જ્ઞાતિવાદી નેતા હોવાની છાપ

અલ્પેશ ઠાકોરને ચુંટણી હારી જવાનું મુખ્ય કારણ જ્ઞાતિવાદી નેતા તરીકેની છાપ પણ જવાબદાર છે. 2017ની વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ અલ્પેશ ઠાકોરના કાર્યકર્તા અને ઠાકોર સેનાના વર્તનથી નાના સમાજો નારાજ હોવાનું બહાર આવ્યું હતું. આહીર સમાજની યુવતીને ઠાકોર સમાજનો યુવાન ભગાડી ગયો હોવાથી અને હજી સુધી તેનો કોઈ પત્તો નથી તેના લીધે આહીર સમાજ ભારોભાર અલ્પેશ ઠાકોરથી નારાજ હોઈને કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું.

  • ચૌધરીના સમર્થકો પણ નારાજ હોવાનું જણાઈ આવ્યું હતું.

આંજણા ચૌધરી સમાજના મતો રાધનપુર બેઠક પર 23 હજાર કરતા વધુ હતા.  ભાજપના કદાવાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને ટિકિટ ન મળતા ચૌધરી સમાજ ભારે નારાજ હતો . શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરના પ્રચારમાં ખાસ ફરક્યા ન હતા અને ચૌધરીના સમર્થકો પણ નારાજ હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે કોંગ્રેસના મજબૂત નેતા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ-ચૌધરીએ રાધનપુરમાં ચૌધરી સમાજને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે ઝંઝાવાત પ્રચાર કર્યો  અને ચૌધરી મતોને કોંગ્રેસ તરફી કર્યા હતા. એક સ્થાનિક આગેવાનના કહેવા પ્રમાણે આંજણા ચૌધરી સમાજ પહેલી વખત રાધનપુર બેઠક પર 70 ટકા કરતા વધુ મતો કોંગ્રેસને મળ્યા છે તેવા સમાચાર છે.

  • રબારી સમાજનું એક તરફી મતદાન

લાકડ્યો તાર તરીકે ઓળખતો રબારી સમાજનું પણ રાધનપુર બેઠક પર ખાસુ એવું મહત્વ હતું અને કોંગ્રેસે રબારી  સમાજમાંથી ઉમેદવાર પસંદગી કરી હતી અને સમાજના 13 હજાર કરતાં વધુ મતો આ બેઠક પર છે. જેટલા મતો મતદાન મથક સુધી પહોંચાય હતા કોંગ્રેસ તરફી  મતદાન કર્યું હતું.

  • ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારો અલ્પેશ ઠાકોરને ઘેર ભેગો કર્યો

અલ્પેશ ઠાકોર જો ચુંટણી હરાવવામાં સૌથી વધુ રોલ ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારોનો રહ્યો  છે તેવું અનુમાન છે. ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારો અલ્પેશ ઠાકરોથી ભારોભાર નારાજ હતા. ભરવાડ અને દરબાર સમાજના મતો પણ મહત્વના સાબિત થયા છે.

  • પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરનો ઘમંડ જોવા મળ્યો

ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં સૌથી મહત્વની ગણાતી બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોરને હારવા માટે સૌથી મોટું કારણ હોય તો તેઓની અંહકારી ભરી વાણી જ  જવાબદાર છે. પક્ષપલટાના કારણે મતદારોએ પસંદગી કોંગ્રેસ પર ઉતારી છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ