ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર કરારી હારનો સામનો કર્યા બાદ હવે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠકની જાહેર જનતાનો આભાર માનશે અને એ માટે જાહેર સંમેલનની જાહેરાત પણ તેમણે કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનશે. કહેવાઈ રહ્યું છે કે આ સંમેલન અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી અલ્પેશ ઠાકોર આગામી દિવસોનો રોડ મેપ તૈયાર કરશે.