બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, વકીલ શિરીષ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેસ ટ્રાયલ પર છે. તત્કાલીન બનાસકાંઠા DSP નીરજ બડગુજરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોરે DSP વિરૂદ્ધ વાંધાજનક નિવેદન કર્યા હતાં. વાંધાજનક નિવેદન મામલે તત્કાલીન DSP બડગુજરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.