અમિત શાહ ગુજરાતની મુલાકાત પૂરી કરીને દિલ્હી રવાના થઇ ગયા છે. ખાલી પડેલી વિધાનસભા બેઠક માટેની ગોઠવણ બંધ બારણે કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે પરંતુ એક મહત્વ સમાચાર સામે એવા આવ્યા છે કે અમિત શાહને મળવા માટે અલ્પેશ ઠાકોર અને તેઓના પિતા ખોડાજી ઠાકોર રાતના મોડા સુધી બેઠા હતા પરંતુ મળવા માટે સમય આપ્યો ન હતો. અલ્પેશ ઠાકોર પોતે રાધનપુર બેઠક પરથી ચુંટણી લડવાના અભરખા પર પાણી ફરી વળી શકે છે.
અમિત શાહે અલ્પેશ ઠાકોરને મળવા માટે સમય ન આપતા તેઓની કફડી હાલત થઇ છે. જયારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા ત્યારે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે સમાજની સેવા કરવી હોય તો ભાજપમાં જોડાઈ જા. કોંગ્રેસના આગેવાનો વાતે વાતે ધમકાવીને કામ કઢાવી દેવા નીતિ અને રીતી બન્ને તેઓને નડી રહી છે અને કોંગ્રેસનો સાથ છોડ્યો ત્યારે અમિત શાહને હાથે કેસરિયો ધારણ કરવાની આશા રાખી હતી તેના પર પણ પાણી ફરી વળ્યું હતું. જયારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા ત્યારે તેને આવકારવા માટે માત્ર ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સિવાય કોઈ મહત્વના ભાજપનાં આગેવાન હાજર હતા નહિ ત્યારે પણ અલ્પેશ ઠાકોર કદ પ્રમાણે વેતરાઈ ગયા છે તેવા મેસેજ ફરતા થયા હતા.
અલ્પેશ ઠાકોરને અમિત શાહે મળવા માટેનો સમય ન આપતા તેઓની આબરૂના ધજાગરા થયા છે તેવું તેઓના અંગત માણસો પણ ખુદ માની રહ્યા છે. કોંગ્રેસમાં પોતાનું ધાર્યું કરાવતા અલ્પેશ ઠાકોરનું હાલ ભાજપમાં જાણે કોઈ ભાવ પૂછી રહ્યું નથી. જયારે અમિત શાહએ ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજસ્વીબેન પટેલ અને કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરનાર રાધવજી પટેલને મળવા માટે સમય આપ્યો હતો. બીજી તરફ માયા કોડનાનીને પણ અમિત શાહે મળવા માટે સમય આપ્યો હતો. તેઓને અમિત શાહ સાથે કોઈ ખાસ પ્રકાર ચર્ચા થઇ હોય તેવી માહિતી મળી નથી.