રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરી છે. આ મામલે સોમવારે હાઇકોર્ટે કોંગ્રેસને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે આજે એટલે કે મંગળવારે ચુકાદો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે હાઇકોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે, મંગળવારથી શરૂ થઈ રહેલા ચોમાસું સત્રમાં અલ્પેશને બેસવા દેવામાં ન આવે. જો અલ્પેશને વિધાનસભામાં બેસવા દેવામાં આવશે તો તે રાજ્યસભાની પેટા-ચૂંટણીમાં મતદાન કરશે. આ કારણે તેને ગેરલાયક ઠેરવવો જોઈએ. હાઇકોર્ટે આ મામલે વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. સોમવારે તમામ પક્ષોની દલીલ પૂર્ણ થઈ જતાં કોર્ટેમાં ચુકાદો મંગળવાર પર મુલતવી રાખ્યો હતો.