ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો થયેલી મારામારીની ઘટના અંગે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ ભાજપના ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકાયો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના ધારાસભ્યો ગૃહમાં મા બહેનની ગાળો બોલતા હતા. વિક્રમ માડમને ગૃહમાં છેલ્લા 10 દિવસથી પ્રશ્ન પૂછતા અવરોધવામાં આવતા હતા જેને પગલે મામલો બીચક્યો હતો.