ગૌશાળાઓની સ્થિતિ અને ગૌચર મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોમવારથી જિલ્લા મથકોએ ગૌમાતાને ગંગાજળથી પવિત્ર કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગૌવંશ અને ગૌચર મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગૌશાળા માટે પૂરતો ઘાસચારો નથી. સોમવારે રાજ્યના દરેક જિલ્લા મથકે કલેક્ટર કચેરી સામે ગૌમાતાને ગંગાજળથી પવિત્ર કરાશે.