અમદાવાદમાં ઉદ્દગમ સ્કૂલની મુલાકાત પછી શનિવારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે મણિનગરની ડિવાઇન બર્ડ્સ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે આ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ડિવાઇન સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા અલગ હોવાની માહિતી મળી હતી. જેના આધારે બંને નેતાઓએ આ સ્કૂલની મુલાકાત લીધી હતી.