કોંગ્રેસની જીત બાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા અલ્પેશ ઠાકોરના ઘર નજીક યુથ કોંગ્રેસ, NSUI અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. મત ગણતરી સમયે જ અલ્પેશ ઠાકોરને ખબર પડી ગઈ હતી કે, તે હારી રહ્યો છે. તેથી તે મત ગણતરી કેન્દ્ર પરથી નીકળી રહ્યો હતો ત્યારે લોકોએ અલ્પેશ ઠાકોરને ઘેરી લીધો હતો અને ત્યારબાદ તેનો હુરિયો બોલાવ્યો હતો. અલ્પેશ ઠાકોરે પોલીસનું પ્રોટેક્શન મેળવીને મત ગણતરી કેન્દ્ર પરથી નીકળવું પડ્યું હતું.
જે પ્રકારની ઘટના અલ્પેશ ઠાકોર સાથે બની હતી, તે પ્રકારની ઘટના બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સાથે બની હતી. ધવલસિંહ ઝાલા પોતાની કારમાં મતદાન મથક પરથી નીકળી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધવલસિંહનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો અને તેમની કારને ઘેરી લેવામાં આવી હતી. પોલીસે ધવલસિંહની કારને પ્રોટેક્શન આપીને મત ગણતરી કેન્દ્ર પરથી રવાના કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધવલસિંહ ઝાલાની કાર પાસે જઈને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.અલ્પેશને મતગણતરી કેન્દ્ર પરથી પોલીસ પ્રોટેક્શન સાથે ઘરે જવું પડ્યું